Posts

Showing posts from November, 2017
" પદમાવતી" હમણાં હમણાં આ ફિલ્મ ના વિરોધ નું ધુપ્પલ આખા દેશમાં ચાલી રહ્યું છે. જેને સમજાઈ છે એ પણ ધોકા-લાકડી લઈને નીકળી પડે છે અને જેને નથી સમજાતું એ પણ તલવાર લઈને નીકળી પડે છે. એક વાત બધા એ સમજી લેવાની જરૂર છે કે ફિલ્મ એ મનોરંજન ઉપરાંત સર્જકતાનું , સર્જનતાનું માધ્યમ છે. એમાં કોઈ એ પણ પોતાની લાગણી કે ધર્મ કે જાતિ નો ઉપાડો લઈને ધમાલ-ધમકી કે અરાજકતા ની સ્થિતિનું નિર્માણ થાય એવું કરવું જોઈએ નહિ. હા , વાંધાજનક હોય તો તેનો વિરોધ શાલીનતાપૂર્વક પણ થઇ જ શકે છે પણ આપણા લોકોની માનસિકતા જ હવે ધમાલ-હાકોટા-પડકાર કરીને અરાજક પરિસ્થિતિનું નિર્માણ થાય એવી બનતી જાય છે. બધા જ એવું માનતા થઇ ગયા છે કે જો આપણે દાદાગીરી કરશું તો જ સામે વાળો આપણી વાત માનશે. ધમાલ કરીને દબાણ કરીને પોતાની વાત બળજબરીપૂર્વક મનાવવામાં શૂરવીરતા સાબિત કરવાની હોંશ કે જોશ તેમજ પોતાના જ સમાજમાં સહેલાઈથી છાકો પાડી દેવાની , વટ જમાવવાની નેતા બની જવાની કુટિલ માનસિકતા સામેલ હોય છે. ફિલ્મ સર્જક એક આસાન ટાર્ગેટ હોય છે આવી બાબતોમાં કારણકે તેઓ રાજકારણી જેવી તાકાત કે પાવર ધરાવતા હોતા નથી , એમને સરકાર ના ખર્ચે સુરક્ષા મળતી નથી , એમ...