મર્દ કોંગ્રેસી -
After Rajiv Gandhi’s assassination in 1991, when durbaris like Arjun Singh & Vincent George proposed that Rajiv’s wife Sonia be made the Congress chief, the meritocratic PVNR shot back saying “Why should the Congress party be hitched to the Nehru-Gandhi family like train compartments to the engine?

પીવી નરસિમ્હા રાવ કોંગ્રેસના આઝાદી પછી અને ખાસ કરીને ઇન્દિરા યુગ પછી ના પહેલા મર્દ કોંગ્રેસી હતા 1991 માં રાજીવ ગાંધીની હત્યા બાદ, જ્યારે અર્જુન સિંહ અને વિન્સેન્ટ જ્યોર્જ જેવા દરબારીઓએ રાજીવની પત્ની સોનિયાને કૉંગ્રેસના અધ્યક્ષ બનાવવાની દરખાસ્ત કરી હતી ત્યારે જેમણે કહ્યું હતું કે શા માટે કોંગ્રેસ ને નહેરુ-ગાંધી ફેમિલી રૂપી એન્જિનના, ટ્રેનના ડબ્બા તરીકે જોડી રાખવી જોઈએ? અને એમની તાજપોશી વડાપ્રધાન તરીકે થઇ ત્યારથી તેઓ વફાદારો અથવા જેમની માનસિકતા ગાંધી કુટુંબની ગુલામીની છે અથવા તો એમાંજ એમની રાજકીય કારકિર્દી સલામત છે એવા કોંગ્રેસીઓએ નરસિમ્હા રાવ (હું આજે પણ એમને ભારત ના શ્રેષ્ઠ વડાપ્રધાન માનું છું. મોદી પણ નિર્ણય લેવામાં એટલા જ શ્રેષ્ઠ સાબિત થશે પણ બંનેના સમય-સંજોગ જુદા છે, મોદી પાસે પૂર્ણ બહુમત પક્ષમાં પણ છે જયારે રાવ માટે પક્ષ જ મોટો અવરોધ હતો) નીચા દેખાડવામાં કોઈ કસર છોડી ન હતી. એ રાવ જ હતા જેમને મનમોહન સિંહને ઓફિસરમાંથી નાણામંત્રી બનાવ્યા અને સુધારા માટેનો પુરી છૂટ આપી હતી નહિ તો મનમોહન સિંહની તાકાત ન હતી કે વડાપ્રધાનની સંમતિ વગર કોઈ નિર્ણય લઇ શકે પરંતુ ગુલામ કોંગેસીઓએ આ મહાન માણસને ક્યારેય પૂરતી ક્રેડિટ આપી જ નથી અરે એમના મૃત્યુનો પણ મલાજો જાળવ્યો જ ન હતો.
૧૯૯૧ પછી છેક આટલા વરસો પછી એક બીજો મર્દ કોંગ્રેસી મળ્યો જેણે સીધો હુમલો પક્ષના ગાંધી કુટુંબના જ વફાદાર રહેતા કોંગ્રેસી ઓ પર જ કર્યો છે.
શહજાદ પુનાવાળા - મહારાષ્ટ્ર કોંગ્રેસ સચિવ છે એણે રાહુલ ગાંધી ના અધ્યક્ષ પદના સિલેકશન પર સવાલ ઉઠાવ્યો છે જે યોગ્ય જ છે પરંતુ કોંગ્રેસ નો ઇતિહાસ જ આ બાબતે પછાત છે. પી વી એન રાવ થી ચીમનભાઈ પટેલ, માધવરાવ સિંધિયા, રાજેશ પાયલોટ જેવા સક્ષમ નેતાઓ વેડફાય ગયા છે અત્યારે પણ કોંગ્રેસમાં એવા કેટલાય યુવા નેતાઓ છે અને હોય પણ શકે છે જેઓ રાહુલ ગાંધી કરતા અનેક ઘણા હોશિયાર અને સક્ષમ છે પરંતુ  ફક્ત ગાંધી કુટુંબ પર જ એકમત રહી સકતા કોંગ્રેસી ઉચ્ચ પદ પર ચીપકેલાં નેતાઓ માટે રાહુલ જ સલામત છે. બીજો કોઈ નેતા અધ્યક્ષ બને તો ગાંધી ફેમિલી જ ભુલાઈ જાય એમ છે આજ કારણસર નરસિમ્હા રાવ ને બીજી વાર વડાપ્રધાન ન બનવા દીધા હતા.
પહેલો વિરોધ શહજાદ ના ભાઈ તહસીને જ પોતાના ભાઈ જોડે સંબંધ તોડી ને કર્યો. આને ગુલામી પરાકાષ્ઠા પણ કહી શકાય.

અને થોડા સમયમાં શહજાદ માટે બે જ રસ્તા રહેશે ક્યાં તો ચૂપ ચાપ રાહુલને સ્વીકારો કે પછી ભાજપ.

Comments

Popular posts from this blog

Sun Rise In Life - Anupam Kher

Being Prime Minister of India - Atal Bihari Vajpayee

Being Prime Minister - Rajiv Gandhi - Congress