રામ મંદિર - ઉકેલ માંગતો કોયડો
જે રાહુલ ગાંધી ગુજરાતીઓના મત માટે ગુજરાતમાં મંદિર મંદિર ભટકે છે તેમજ જે
વ્યક્તિને જનોઈધારી શિવભક્ત સાબિત કરવામાં આખા પક્ષના નેતાઓએ પુરી તાકાત લગાડી
દીધી છે એના જ પક્ષના કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં ફક્ત રામ મંદિર જ નહિ પરંતુ
સમગ્ર સુનાવણી પર જ રોક લગાવવાની માંગણી કરી તે પણ છેક જુલાઈ ૨૦૧૯ સુધી. શા માટે? કારણ એનો ફાયદો ભાજપને મળી શકે એમ છે એટલા
માટે.
અને સુપ્રીમ કોર્ટ ના જજીસ પણ આ કેસ ને જ્યાં સુધી લંબાતો હોય ત્યાં સુધી
લંબાવી ને તેમજ ચુકાદો આપવાની જવાબદારીમાંથી જ્યાં સુધી છટકી શકાતું હોય ત્યાં
સુધી સારું એમ સમજીને, દૂરની તારીખ પકડાવી દે છે.
કોંગ્રેસ માટે રામ મંદિર આમ પણ કઈ મહત્વનો મુદ્દો નથી કારણકે તેઓએ તો રામના
અસ્તિત્વ માટે જ સવાલ ઉભા કર્યા હતા.કોંગ્રેસ માટે તો રામ મંદિરનો ફાયદો લેતા
ભાજપને અટકાવવું એ જ મોટી જીત છે. રામ મંદિર બને કે ના બને તેનાથી કોઈ કોંગ્રેસીને
ફરક નથી પડતો. આજના સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસના સ્ટેન્ડ પરથી હિન્દૂ તેમજ મુસ્લિમ
બંને એ કોંગ્રેસની નિયત, ઢોંગ અને છળ-કપટ સમજી લેવાની જરૂર છે. જે રાહુલ ગાંધી ગુજરાતમાં જીત મેળવવા
માટે મંદિર પોલિટિક્સ પર જોર આપી રહ્યો છે એ જ રાહુલ ગાંધી રામ મંદિર માટે ચૂપ છે.
એટલે આ રાહુલ ગાંધી મત માટે મંદિર માં પગે પણ લાગશે અને મુસ્લિમ મતોની જરૂર પડશે
તો નમાઝ પણ પઢશે. કોંગ્રેસને સમર્થન આપતા હિન્દુઓએ આ મુદ્દે રાહુલ ગાંધીને
સ્પષ્ટતા કરવાની ફરજ પાડવી જ જોઈએ.
રહી વાત ભાજપની તો હવે ભારતીય જનતા પાર્ટી એ પણ રામ મંદિર બાબતે રાજરમત છોડીને
મંદિર નિર્માણ માટે ગંભીર પ્રયત્નો કરવાની જરૂર છે, અને આની શરૂઆત મોદી અને યોગી થી થાય એ આજ
ના સમયની માંગ પણ છે અને જરૂરિયાત પણ. રામ મંદિર નો ચૂંટણી માં જેટલો લાભ લઇ શકાતો
હતો તેટલો લેવાઈ ચુક્યો છે હવે જો ભાજપ નહિ સમજે તો નકારાત્મક અસર પણ જોવા મળશે.
જે લોકો ફક્ત રામ મંદિર માટે જ ભાજપ ને મત આપે છે તેઓ પક્ષથી વિમુખ પણ થઇ શકે છે.
મોદી અને યોગીએ મુસ્લિમ સંગઠનો ને જરૂરી મહત્વ આપવાની સાથે આ મુદ્દો આપસી ભાઈચારા
થી ઉકેલાઈ તેવા પ્રયત્નો તાત્કાલિક શરૂ કરવા જોઈએ. સુપ્રીમ કોર્ટમાં મામલો છે
કહીને છટકબારી શોધવા કરતા કંઈક નક્કર પરિણામ આપતા પ્રયોગો કરવાની જરૂર છે.
રામ મંદિર એ એવો કોયડો છે જેણે સાબિત કરી દીધું છે કે આ દેશના હિન્દૂ -
મુસ્લિમો ને એક થતા રોકવા માટે તેમજ પોતાનો રાજકીય રોટલો શેકવા માટે કઈ ખાસ વધારે
કરવાની જરૂર નથી. આ લોકો રાજકારણ માટે ભગવાન ને પણ રમાડે છે, ઉપયોગ પણ કરે છે. રામ મંદિર માં હિન્દુઓની
આસ્થાનો સવાલ છે તેમ છતાં મુસ્લિમોની આડાઈ (કેટલાક જ) ને કારણે રામ મંદિર બની
શકતું નથી. મુસલમાનો એ ખરેખર આગળ આવીને મંદિર નિર્માણ માટે મુસ્લિમ સમાજને
સમજાવવાની જરૂર છે કારણ કે મસ્જિદ બીજે લઇ જવામાં ફક્ત ઈગો જ છોડવાની જરૂર પડશે
એથી વધારે કોઈ બીજું નુકસાન થવાનું નથી પરંતુ રાજકીય પક્ષોના હાથ માંથી કાયમ માટે
એક મુદ્દો ખતમ થઇ જશે એ બહુ મોટી વાત થશે આ દેશના ભલા માટે, આ દેશના હિન્દૂ-મુસ્લિમો માટે.
Comments
Post a Comment